તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 3rd July 2025
સુરતમાં કિલોના ભાવે સાડીઓ વેચવા વેપારીઓ થયા મજબુર
ખાડીપૂરથી ટેક્સટાઇલ માર્કેટમાં તારાજી : ટેક્સટાઇલ્સ માર્કેટના વેપારીઓને મોટું આર્થિક નુકશાન પહોંચ્યું છે રૂ.૧૦૦થી ૨૦૦૦ સુધીની સાડીઓ ૩૫થી ૫૦ રૂપિયા કિલોના ભાવે વેચાશે

સુરતઃ સાપ ગયો પણ લીસોટા રહી ગયા આ કહેવત સાબિત થઈ છે સુરત શહેરમાં, અહીંના ખાડીપુર થી ઘણા લોકો વરસાદની પાણી અને પૂરના પાણીથી અસરગ્રસ્ત થયા છે.
સૌથી વધુ ટેક્સટાઇલ્સ માર્કેટના વેપારીઓને મોટું આર્થિક નુકશાન પહોંચ્યું છે. હાલ ખાડીના પાણી ઓસરતા જ વેપારીઓ નુકશાનમાંથી બહાર આવવા માટે કામે લાગી ગયા છે અને સાડીઓ કિલોના ભાવે વેચી રહ્યા છે.
સુરતમાં સોમવારે આવેલા પૂરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. અંદાજે ૧૦૦૦ કરોડથી વધુની નુકસાની થઈ છે.કમેલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ માર્કેટમાં ૫૦૦થી વધુ દુકાનોમાં પાણી ભરાયા.
ખાડીપૂરના પાણી દુકાનોમાં ઘૂસી જતાં સાડી સહિતનો માલસામાન પલળી ગયો છે. વેપારીઓ હવે દુકાનોની બહાર પંખા મૂકીને પલળેલી સાડીઓ સૂકવી રહ્યા છે.
રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા, અનમોલ અને સોમેશ્વર સહિત ૮ જેટલી માર્કેટમાં સ્થિતિ વણસી છે. પલળેલી સાડીઓમાંથી દુર્ગંધ આવી રહી છે. વેપારીઓ પાસે સ્ટોક મૂકવા બીજી જગ્યા નથી. વીમો ન ધરાવતા વેપારીઓની મુશ્કેલી વધી છે.
રઘુકુળ માર્કેટના વેપારી રાજુભાઈ ગુપ્તાના જણાવ્યા મુજબ, માર્કેટની નજીકમાં ખાડી અને મેટ્રોની કામગીરીને કારણે પાણી માર્કેટમાં ઘૂસ્યું હતું. ખાડીનું પાણી બેક મારતાં રસ્તા પર ફરી વળ્યું હતું.
રિસેલ બ્રોકર દુર્ગેશ ચૂડેવાલે જણાવ્યું હતુ કે, આગામી સિઝન માટે રાખેલો સાડીનો સ્ટોક પલળી જતાં હવે કિલોના ભાવે વેચવો પડશે. રૂ.૧૦૦થી ૨૦૦૦ સુધીની સાડીઓ ૩૫થી ૫૦ રૂપિયા કિલોના ભાવે વેચાશે. એક કિલોમાં માત્ર ત્રણ સાડી આવે છે.(૩૮.૧૪)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
