તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
અષાઢમાં અનરાધારઃ ગુજરાતમાં ૩૬.પ૪ ટકા વરસાદઃ ૪૮.૮૩ ટકા જળસંગ્રહ
કોણે કહ્યુ આ આકાશનો વરસાદ છે? આ તો પ્યારા પ્રભુનો પ્રસાદ છે : ડેમોમાં નવા નીરથી ખેતી અને પીવાના પાણીની રાહતઃ મેઘરાજાએ તમામ તાલુકાઓમાં હાજરી પૂરાવીઃ હજુ વરસાદી માહોલ

રાજકોટ તા. ૩ :.. ગુજરાતમાં ચોમાસાની મોસહ બરાબર જામી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અથવા વરસાદી માહોલ છે. રાજયમાં આજે સવારની સ્થિતિએ સરેરાશ ૩૬.પ૪ ટકા વરસાદ પડી ગયો છે. ગુજરાતના ડેમોમાં નવા નીરથી ૪૮.૮૩ ટકા જસસંગ્રહ થયો છે. રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ જળસંગ્રહના ૪૬.૯૬ ટકા જથ્થો સંગ્રહિત થયો છે. ખેતરોમાં ખેડૂતો વાવણીનું કાર્ય પુરજોશમાં કરી રહ્યા છે.
આજે સવારે ૬ થી ૮ સુધીમાં ૬ર તાલુકાઓમાં હળવો - ભારે વરસાદ નોંધાયો છે. રાજયનો સરેરાશ વરસાદ ૩૬.પ૪ ટકા થયો છે. એક પણ તાલુકો વરસાદ ન પડયો હોય તેવો નથી. રપ તાલુકાઓમાં ર થી પ ઇંચ અને ૭૭ તાલુકાઓમાં પ થી ૧૦ ઇંચ વરસાદ પડયો છે. ૪૦ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો હોય તેવા તાલુકાઓની સંખ્યા ૪ છે.
કચ્છમાં સરેરાશ ૩ર.૯૭ ટકા અને સૌરાષ્ટ્રમાં ૩પ.૬૬ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણમાં ૩૯.૮૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ર૯.૮૭ ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં ૩૮.૧૮ ટકા વરસાદ નોંધાયો છે. અષાઢ મહિનો વરસાદ માટે ખૂબ મહત્વનો ગણાય છે. સૌને સારાવરસની આશા છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
