<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

પાલનપુરમાં મેઘરાજાની ધબધબાટી! માત્ર ૩ કલાકમાં ૭ ઇંચ

ઠેર ઠેર પાણી જ પાણી, ટ્રાફિક જામ, જનજીવન પ્રભાવિત થયું શાળાઓની આગળ પાણી ભરાઈ જતા રજા આપવાની ફરજ પડી છે.

પાલનપુરઃ તા.૩, બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરમાં મેદ્યરાજાએ ધબધબાટી બોલાવી છે. પાલનપુરમાં માત્ર ત્રણ કલાકમાં જ ધોધમાર વરસાદ થતા ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. બસ સ્‍ટેન્‍ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે ગઠામણ પાટિયા, પાલનપુર-અમદાવાદ હાઈવે સહિત અનેક વિસ્‍તારઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રાફિક જામની સ્‍થિતિ સર્જાઈ છે. જયારે જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાતા તમામ સ્‍કૂલોમાં રજા અપાઈ છે.

પાલનપુરમાં છેલ્લા ૩ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્‍યો.

પાલનપુરમાં છેલ્લા ૩ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્‍યો છે. અવિરત ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર ઘૂટણ સમા વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાથી તમામ શાળાઓમાં રજા આપવામાં આવી છે. માહિતી છે કે પાલનપુરની અનેક શાળાઓની આગળ પાણી ભરાઈ જતા રજા આપવાની ફરજ પડી છે. મુશળધાર વરસાદને પગલે પાલનપુર શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્‍તારોમાં દ્યરોમાં પાણી દ્યૂસી ગયા છે. દ્યરવખરી અને સામાન પલળી જતા લોકોને પારાવાર નુકસાન થયું છે.

છેલ્લા બે કલાકથી વાહનચાલકો હાઈવે પર અટવાયા.

માહિતી અનુસાર, પાલનપુર બસ સ્‍ટેન્‍ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે,ગઠામણ પાટિયા, પાલનપુર-અમદાવાદ હાઈવે સહિત અનેક વિસ્‍તારઓમાં મુખ્‍ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, જેનાં કારણે વાહનચાલકો, રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગઠામણ પાટિયા પાસે પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામ થયો છે. છેલ્લા બે કલાકથી વાહનચાલકો હાઈવે પર અટવાયા છે.

(11:40 AM IST)