<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

AMC સ્કૂલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ મેળવાનો ટ્રેન્ડ વધ્યો: બે વર્ષમાં 31,807 બાળકોએ એડમિશન લીધું

ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ સ્કુલોમાં છેલ્લાં 10 વર્ષમાં ધોરણ-1માં 1,82,161 બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદ : છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાનગી શાળાઓમાંથી AMC સ્કૂલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં 55,605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ સ્કુલોમાં છેલ્લાં 10 વર્ષમાં ધોરણ-1માં 1,82,161 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.

જ્યારે છેલ્લાં બે વર્ષમાં પ્રિપ્રાયમરી-બાલવાટિકામાં 31,807 બાળકોએ એડમિશન લીધું છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં પ્રાથમિકિ શિક્ષણ સમિતિ સંચાલિત સ્કુલોમાં આપવામાં આવતા શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે જણાવ્યું કે, ખાનગી સ્કુલોમાં એડમિશન મેળવવા માટે લેવાતું તગડું ડોનેશન, ઉંચી શિક્ષણ ફી, ખાનગી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે લેવાતી પૂરક ફી, ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, નાસ્તો- ફુડ માટે લેવાતી રકમ તેમજ આનુષાંગિક ચાર્જીસ વસૂલવામાં આવે છે. આ પ્રકારે ખાનગી શાળાઓમાં અપાતું શિક્ષણ ખૂબ જ ખર્ચાળ બની રહ્યું હોવાથી ગરીબ અને સામાન્ય વર્ગના લોકો પોતાના બાળકોને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરાવવાનું વધુ પસંદ કરે છે.

(1:47 PM IST)