તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
દેશના વિવિધ રાજ્યોના પોલીસ રેકોર્ડ જેના કારનામાંથી ઉભરાય છે તેવા બે તસ્કરો અંતે સુરત ક્રાઇમ બ્રાન્ચની જાળમાં ફસાયા
દિલ્હીથી ટ્રેનમાં સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આવી pg માં રહેતા લોકોના લેપટોપ સહિત કીમતી વસ્તુઓ જાદુ માફક ગાયબ કરી દિલ્હીની ચોર બજારમાં વેચાણ કરતા..... અકિલા સમક્ષ સુરત ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજીયા અદભૂત, રસપ્રદ કથા વર્ણવે છે સુરતના લોકોએ પોલીસ કમિશ્રર અનુપમસિંહ ગેહલોત સમક્ષ રજૂઆત કરતાં તુરંત ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં નાયબ પોલીસ કમિશ્રર દ્વારા ઘડાયેલ રણનીતિ મુજબ પીઆઇ જે.જી.પટેલ અને સ્ટાફે કુનેહપૂર્વક અમલ કરતા પર્દાફાશ થયો

રાજકોટ, તા.,૩ : સુરતના અનેક વિસ્તારોમાં પીજી. માં રહેતા લોકના લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ગાયબ થતી હોવાની ફરિયાદો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુધી પોહચી હતી. લોકોની આવી પરેશાનીના ઝડપી ઉકેલ માટે રામબાણ ઇલાજ કરવા સુરત ક્રાઈમ બ્રાન્ચને જવાબદારી સુપ્રત થયેલ. ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં આવા અનેક પડકારજનક ગુનાઓનો ભેદ ઉકેલનાર ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્વમાં આખી રણનીતિ નક્કી કરી પીઆઇ જે.જી .પટેલ અને સ્ટાફે તુરંત જે તે વિસ્તાર લોકેટ કરી ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારી બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરતાં બે રીઢા ગુનેગારો ક્રાઇમ બ્રાન્ચની જાળમાં ફસાઈ ગયા છે.
૭૫૦૦૦ના મુદામાલ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.પટેલ સ્ટાફ અને મોબાઇલ ચોરી સ્કોડના psi તથા સ્ટાફ વિગેરેની જહેમતથી ઝડપાયેલ મોહમદ ફરદીન અને તબરેજ ઉર્ફે રાહુલની પૂછપરછમાં આખું આંતરરાજ્ય નેટ વર્ક ખૂલ્યું છે.
ઉકત બાબતે જેમના સુકાનીપદ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે તેવા ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાએ અકિલા સાથેની વાતચીતમાં કેટલીક રસપ્રદ વિગતો વર્ણવી છે તેમ ડીસીપી ભાવેશ રોજિયા દ્વારા જણાવાયેલ.
બન્ને આરોપીઓ દ્વારા દેશના વિવિધ રાજ્યો હરિયાણા, રાજસ્થાન નોઈડા, ચંદીગઢ, ઉતર પ્રદેશ સુધીના રાજ્યોમાં આ બન્નેના કારનામાથી પોલીસ રેકોર્ડ છલકાઈ રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના શહેરોમાં પોતાના કરતબ દેખાડી ચૂકયા હોવાનું ડીસીપી ક્રાઇમ દ્વારા વિશેષમાં જણાવેલ. સીપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
