<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સવારે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : 14 તાલુકામાં મેઘમહેર

જિલ્લાના 6 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં વરસાદ થયો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ બનાસકાંઠા અને મધ્ય બનાસકાંઠામાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.

હવામાન વિભાગના આજે સવારે 10 વાગ્યાના મોનસૂન વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, રાજકોટ, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(12:48 PM IST)