તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
૩ વર્ષના સમયમાં ૨૫૦ થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલે નવા સીમાચિન્હો સ્થાપિત કર્યા

અમદાવાદઃ અગ્રગણ્ય ઝાયડસ હૉસ્પિટલે આરોગ્યક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રખ્યાત ઝાયડસે ૩ વર્ષમાં ૨૫૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે.હાલની લાઈફ સ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. ઝાયડસ હૉસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ, લીવરને લગતાં રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે.લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલા, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને ૭૦ થી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈન્ક્મપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે ૧ વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં (SLKT) અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
