<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા : ટ્રાફિક જામ: 4 કિમી સુધી વાહનોની કતાર

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પર ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

 

(3:56 PM IST)