<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

છેલ્લી બે કલાકમાં 12 વાગ્યા સુધીમાં રાજ્યના 67 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો

જોડિયામાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો: ઇડરમાં 1.7 ઇંચ, વિસાવદરમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : આજે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 67 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આ બે કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જોડિયામાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઇડરમાં 1.7 ઇંચ, વિસાવદરમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડનગરમાં 25 મિ.મી., ભિલોડામાં 20 મિ.મી., જેતપુર 19 મિ.મી., વિસનગરમાં 19 મિ.મી., વડગામમાં 17 મિ.મી., ઉમરાળામાં 17 મિ.મી., સિદ્ધપુરમાં 16 મિ.મી., સતલાસણામાં 16 મિ.મી. વરસાદ નોંધાયો છે.  

(2:50 PM IST)