<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બેઠકમાં મેઘા પાટકરની હાજરીથી રોષઃ રૂપાલા સહિતના સાંસદો દ્વારા બહિષ્‍કાર

ભુપેન્‍દ્રસિંહે રૂપાલાને અભિનંદન આપી કહયું ગુજરાતને અપાર નુકશાન કરનાર મેઘા પાટકરને ગુજરાત માફ નહિ કરે

 

રાજકોટ, તા.,૩: ભારત સરકારની ગ્રામ્‍ય વિકાસ અને પંચાયતી રાજની સંસદીય સમીતીની બેઠકમાં ગુજરાતની નર્મદા યોજનાના વિરોધી મેઘા પાટકરની હાજરી સામે રાજકોટના શ્રી પરસોતમ રૂપાલા સહિતના સાંસદોએ વિરોધ કરી સાથી પક્ષોના સાંસદોએ બેઠકનો બહિષ્‍કાર કરતા પુરતી સંખ્‍યાના અભાવે આ પક્ષે બેઠક મોકુફ રાખી હતી.

ગુજરાતના હિતમાં રહેલી નર્મદા યોજનાને અવરોધવા મેઘા પાટકરે વરસો સુધી અવરોધ સર્જેલ. તેનાથી ગુજરાતને  મોટુ નુકશાન થયું હતું. મેઘા પાટકર અને પ્રકાશ રાજની બેઠકમાં હાજરી સામે સાંસદોએ વિરોધ કરેલ. હાજર ૧૪ પેકી રૂપાલા સહિત ૮ સાંસદોએ બેઠકનો બહિષ્‍કાર કરેલ. રૂપાલાએ જણાવેલ કે અમે બેઠકમાં ગયા ત્‍યારે મેઘા પાટકરની હાજરીની જાણ થયેલ. તેણે ગુજરાતના હિતને ઘણુ નુકશાન કરેલ તેથી અમે તેની સામે બેસી શકીએ નહી. સમીતીના અધ્‍યક્ષ તેને અલગથી બોલાવી શકે છે.

દરમિયાન ગુજરાત નર્મદા નિગમના પૂર્વ અધ્‍યક્ષ અને રાજયના પૂર્વ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ શ્રી રૂપાલા સહિતના એન.ડી. એ.ના સાંસદોના આક્રમક વલણને બિરદાવી જણાવેલ કે આ સાંસદોએં રાજયની પ્રજાવતિ અભિનંદન આપુ છું નર્મદા ગુજરાત ની જીવાદોરી છે. રાજકોટને અમદાવાદથી ટ્રેન દ્વારા પાણી મળવાના દિવસો જેવી જે તે વખતની કઠીન પરિસ્‍થિતિ માટે જવાબદાર વ્‍યકિતને ગુજરાત કદી માફ નહિ કરે. મેઘા પાટકરના કારણે ગુજરાતને ઘણુ નુકશાન થયું છે. (૪.૧૫)

 

(3:12 PM IST)