તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
વડતાલ લક્ષ્મીનારાયણદેવ સંસ્થાનના શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીના જન્મદિવસે અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ

રાજકોટ, તા.૩: વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીની યાદીમાં જણાવેલ છે કે, વડતાલવાસી હરિકળષ્ણ મહારાજના પરમ ઉપાસક તેમજ દેવ, સંત અને દેશ પ્રત્યેની જેમનામા અતુટ શ્રદ્ધા છે તેમન નાના-મોટા હજારો સંતો માટેના પ્રેરણાષાોત અને સમગ્ર સનાતન ધર્મની ઉત્થાન માટે અસંખ્ય કાર્ય કરી દુર દેશાંતરથી હરિભક્તોને જોડયા છે એવા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ તેમજ સત્સંગ મહાસભા વડતાલના પ્રમુખ સદગુરૂ શાષાી નૌતમપ્રકાશદાસજી સ્વામીના ૫૪ મા જન્મદિવસે અનેક સંતો મહંતોએ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી.
વૈષ્ણવ સંપ્રદાયના હર્દય સમ્રાટ મહામંડલેશ્વર પૂ. મોહનદાસજી મહારાજ થલતેજથી ખાસ સ્વામીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા પહોંચ્યા હતા અને પોતાના વક્તવ્ય દરમીયાન કહ્યું હતુ કે, સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવનાર સંત છે તેઓની અનેક વિશેષતાઓ માં ની એક વિશેષતા તેમનુ ‘વિશાળ હર્દય' છે, જેમા સૌ કેઈ વસવાટ કરી શકે અને સ્વામી સર્વને રાજી કરી શકે છે કેમ કે એટલે જ તો સંપ્રદાયથી પર રહી સનાતન હિન્દુ ધર્મની રક્ષા કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. સ્વામીને શુભઆશીષ આપવા મહામંડલેશ્વર પૂ. નિત્યાનંદજી મહારાજ (વડોદરા), પૂ. વિજયબાપુ (સતાધાર), પૂ. રાણાબાપુ (નકળંકધામ), પૂ. રામચંદ્રદાસજી મહારાજ, પૂ. દામોદરદાસજી મહારાજ, પૂ. મોરારીદાસજી મહારાજ, પૂ. માનસરોવરદાસજી, પૂ. વિક્રમદાસજી મહારાજ વિગેરે અનેક સંપ્રદાયોથી સનાતન ધર્મના મહાપુરુષો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂ. બાપુ સ્વામી, પૂ. દેવપ્રકાશ સ્વામી (મુ. કોઠારી વડતાલ), પૂ. હરિકેશવ સ્વામી (ધોલેરા), પૂ. નિલમ સ્વામી (કરજણ), પૂ. પવન સ્વામી (કલાલી), પૂ. કેશવપ્રકાશ સ્વામી (ડાકોર), પૂ. બળદેવપ્રકાશ સ્વામી (ડભાણ), પૂ. રાધારમણ સ્વામી (રાજકોટ), પૂ. વિવેક સ્વામી, પૂ. ભક્તીપ્રકાશ સ્વામી (મેંદરડા) વિગેરે ધામોધામથી અનેક સંતો તેમજ પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય ડિ.કે. સ્વામી (જબુસર), ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી વિગેરે રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
