<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ઉપરવાસમાં ભારે વરસાદથી ખેડબ્રહ્માના ભમરા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા

ગામના લોકો પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા

ઈડર વડાલી તેમજ ખેડબ્રહ્મામાં આજે ભારે વરસાદ ખાબક્યો હતો. જોકે ભારે વરસાદના પગલે વર્ષોથી વિખુટા રહેતા ગામડાઓ માટે આજે પણ પ્રશ્ન યથાવત રહ્યો છે. આજે પણ કેટલાય ગામડાઓ માટે સામાન્ય વરસાદમાં ભારે પરેશાની ભોગવવાનો સમય આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખેડબ્રહ્માના ભમરા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. સાથોસાથ ગામના લોકો પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્માના નીચાણવાળા વિસ્તારો માટે 1980માં હરણાવ તબ્બકા - 1 જળાશય યોજના બનાવાઈ હતી. જોકે સમય સંજોગ અનુસાર તેનું દેખરેખ ન રખાતા સમગ્ર હરણાવ જળાશય યોજના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેના પગલે કેટલાય લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આજે ખેડબ્રહ્મામાં પાંચ ઇંચથી વધુ વરસાદ સ્થાનિક વિસ્તાર માટે છેલ્લા કેટલાય સમયથી સામાન્ય પાણીમાં પણ રસ્તા ઉપર તેમજ રોડ ઉપર પાણી આવી જતા શામા કિનારે જઈ શકાતું નથી. જોકે સ્થાનિક કક્ષાએ ઊભી થતી આ પરિસ્થિતિથી સ્થાનિકો પણ હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ડિજિટલ યુગમાં વર્ષોથી ચાલતી સમસ્યા આજે પણ યથાવત છે. ત્યારે છેલ્લા 45 વર્ષથી બનાવવામાં આવેલો જળાશય યોજના માત્ર કાગળ ઉપર રહેવા પામી છે. તેમજ સમગ્ર યોજના માટીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે સ્થાનિક શિક્ષકોને પણ આ મામલે પરેશાની ભોગવી પડે છે. સામાન્ય વરસાદમાં ભમરા ગામ તરફના ડીપ પરથી પણ તેઓ પોતાની સ્કૂલમાં જઈ શકતા નથી. તો બીજી તરફ કેટલાય વિદ્યાર્થીઓ માટે પાણીમાં પસાર થઈ સ્કૂલે જવું જોખમરૂપ સાબિત થાય છે. જેથી સ્થિતિ દિન પ્રતિદિન વધારે બગડતી જાય છે. જોકે તંત્રએ આ મામલે મૌન સેવી છે, ત્યારે સ્થાનિક કક્ષાએ અભ્યાસ કરાવતા શિક્ષકો પણ હવે પોતાની વેદના રજૂ કરી રહ્યા છે. સાથોસાથ ગામમાં જવાના રસ્તા પર બનાવવામાં આવેલો ડીપ પરથી પાણીનો વધુ પ્રવાહ પસાર થતો હોવાને લઈ સ્થાનિક મહિલાઓને પશુપાલન સહિત કરિયાણું ખરીદવા માટે પણ ભારે હાલાકી ભોગવી પડી રહી છે.


 

(7:30 PM IST)