<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે 6 તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા કલેક્ટરે આદેશ આપ્યો

પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, અમીરગઢ તેમજ ડીસા તાલુકામાં તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય

હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની ભારે વરસાદની આગાહી કરી છે.  ભારે વરસાદના કારણે  6 તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા કલેક્ટરે આદેશ આપ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું કે  વર્તમાન   જિલ્લા કલેકટરે એક પોસ્ટ મારફત જણાવાયું હતું કે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે તા. 3  જુલાઈ 2025 ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, અમીરગઢ તેમજ ડીસા તાલુકામાં તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની નોંધ લેવા વિનંતી છે.   


 


 

(7:32 PM IST)