તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક: જળ સપાટીમાં 2 ફૂટનો વધારો
ધરોઈમાં 59,166 ક્યુસેક પાણીની આવક આવક નોંધાઈ: જળસપાટી 610.29 ફૂટ પહોંચી

મહેસાણા : ઉપરવાસમાં ભારે વરસાદને કારણ મહેસાણા જિલ્લાના સતલાસણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં અચાનક જ ધરખમ વધારો થયો છે
. વિગતો મુજબ ધરોઈમાં 59,166 ક્યુસેક પાણીની આવક આવક નોંધાઈ છે. આ તરફ હવે ધરોઈની જળસપાટીમાં વધારો થતાં જળસપાટી 610.29 ફૂટ પહોંચી છે. નોંધનીય છે કે, બે જ દિવસમાં ધરોઈ જળ સપાટીમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. આ સાથે ધરોઈમાં પાણીનો જથ્થો 59.59 ટકા નોધાયો છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
