<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

મહેસાણાના સતલાસણા-દાંતા માર્ગ ઉપર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી : એક માર્ગીય રસ્તો બંધ કરાયો

રાત્રિ દરમિયાન ભેખડ ધસી પડતા કોઈ જાનહાની થઈ નથી.

મહેસાણા જિલ્લાના સતલાસણા-દાંતા માર્ગ ઉપર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભેખડ ધસી પડતા એક માર્ગીય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહીં વરસાદને કારણે પથ્થર રોડ ઉપર ધસી આવ્યો હતો. જોકે અહીં રાહતની વાત એ છે કે, રાત્રિ દરમિયાન ભેખડ ધસી પડતા કોઈ જાનહાની થઈ નથી.

 


 

(8:47 PM IST)