તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ખેડબ્રહ્મામાં ભારે વરસાદ : હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો : ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો
પાણીની આવક વધતા વધુ 2 દરવાજા ખોલવાની તૈયારી :ખેડવા ડેમનો દરવાજો ખોલતા હરણાવ નદી બેકાંઠે વહેતી થઈ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો છે. અહીં 4 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો થયો છે. અહીં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવક વધતા વધુ 2 દરવાજા ખોલવાની તૈયારી છે. મહત્વનું છે કે, ખેડવા ડેમનો દરવાજો ખોલતા હરણાવ નદી બેકાંઠે વહેતી થઈ છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
