તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
સાંજે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન રાજ્યના 73 તાલુકામાં વરસાદ: ધોરાજીમાં અઢી ઇંચ ખાબક્યો
ધાંગધ્રામાં 62 મિ.મી, વઢવાણમાં 43 મિ.મી, દસાડામાં 28 મિ.મી, જામજોધપુરમાં 27 મિ.મી વરસાદ

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 140 મિ.મી. (5.5 ઈંચ) વરસાદ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ખાબક્યો છે. આ સિવાય બનાસકાંઠાના ધાનેરામાં 116 મિ.મી (4.5 ઈંચ), રાજકોટના જામકંડોરણામાં 110 મિ.મી (4.3 ઈંચ), જામનગરના જોડિયામાં 101 મિ.મી (3.9 ઈંચ), લાલપુરમાં 86 મિ.મી (3.3 ઈંચ) વરસાદ વરસ્યો છે.
જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 73 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ 65 મિ.મી (2.5 ઈંચ) ખાબક્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 62 મિ.મી, વઢવાણમાં 43 મિ.મી, દસાડામાં 28 મિ.મી, જામજોધપુરમાં 27 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 51 તાલુકામાં 1 ઈંચથી વધુ, 25 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
