તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદને કારણે રેલ નદીમાં ઘોડાપૂર : પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી
ભારે વરસાદને પગલે, રેલ નદીમાં 2017 બાદ ફરી આ વર્ષે પૂર આવ્યુ: વરસાદને કારણે 18 જેટલા રસ્તા તૂટ્યા

બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 2017 બાદ રેલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગત મોડી રાતથી ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદથી રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે, રેલ નદીમાં 2017 બાદ ફરી આ વર્ષે પૂર આવ્યુ છે. વરસાદને કારણે 18 જેટલા રસ્તા તૂટ્યા છે જેને લઈને તંત્ર દ્વારા ડાયવર્જન અપાયું છે. વરસાદને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. મોટા ભાગના વરસાદી પાણીનો નિકાલ કરાયો હોવાનો દાવો જિલ્લા કલેકટરે કર્યો છે. નગરપાલિકા,ડિઝાસ્ટર, જી ઇ બી ની ટીમો કામે લાગી છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
