તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
રાજપીપળા એસટી ડેપોમાં સામાનની તોડફોડ કરનાર યુવાન સીસીટીવીમાં કેદ
ડેપોમાં નળ અને કેબલોની તોડફોડ કરી ડેપો પાછળના વિક્ટોરિયા ગેડ નજીક ઉભેલા ટેમ્પોમાંથી સામાન વેર વિખેર કરનાર યુવાન કોણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા એસટી ડેપોમાં તોડફોડ કરનાર યુવાન સીસીટીવી કેમેરામાં જોવા મળતા આ યુવાન કોણ છે તેવા સવાલ ઉઠ્યા છે.
મળતી વિગતો અનુસાર રાજપીપળા એસટી ડેપોમાં વહેલી સવારે લાકડી લઈને આવેલા એક યુવાને નળની તોડફોડ કરી વાયર લાકડી મારી ખેંચી કાઢવાની ઘટના સામે આવી છે ત્યારે આ ભાંગતોડ કરનાર યુવાન કોણ છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ ત્યાંના સીસીટીવી કેમેરામાં તોડફોડ કરનાર યુવાન કેદ થયો છે અને આ બાબતે ડેપો સત્તાધીશોએ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે યુવાન ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જોકે લગભગ આ જ સમયે ડેપો પાછળ આવેલા વિક્ટોરિયા ગેટની આગળ પાણીની ટાંકી પાસે ઉભેલા ટેમ્પો નં. HR62 A5249 માં હોજિયારીનો સામાન ભરેલો હતો જેમાં ટેમ્પોની પાછળ ના ભાગે કવર કરેલ પ્લાસ્ટિક કાઢી નાખી અંદર થી ગંજી, પેન્ટ સહિતના બંડલો ટેમ્પોની બાજુમાં નાખેલા જોવા મળ્યા હતા હવે ટેમ્પો માંથી કોઈ વસ્તુ ચોરાઈ છે કે નહીં એ જાણવા મળ્યું નથી પરંતુ ડેપો માં તોડફોડ અને ત્યાં નજીક માં જ ઊભેલા ટેમ્પો નો સામાન બહાર આ યુવાને જ નાખ્યો કે કોણે નાખ્યો એ પોલીસ તપાસ માં બહાર આવશે. હાલ આ ઘટના બાદ રાજપીપળા માં રાત્રિ પેટ્રોલિંગ વધારવું જરૂરી જણાય છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
