<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સૂકા ગામમાં જુગાર રમતા નબીરાઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી ૯ જુગારીઓ સામે ગુનો નોંધ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સુકા ગામમાં પોલીસે છાપો મારી જુગારનો મુદામાલ ઝડપી નવ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસે બાતમીના આધારે સુકા ગામ નવી વસાહત ખાતે મંદિર ફળીયામાં બીપીનભાઇ જીવાભાઇ તડવીના ઘરની બહાર જુગાર રમતા (૧) ગુરજીભાઈ બચુભાઇ તડવી (૨) અમરતભાઇ નરસિંહભાઇ તડવી (૩) અંકેશભાઇ અમરતભાઈ તડવી (૪) હિતેશકુમાર કાશીરામભાઇ તડવી (૫) આશીષભાઇ પ્રવિણભાઇ તડવી (૬) નિલેશભાઇ રમેશભાઇ તડવી (તમામ રહે. સુકા નવી વસાહત મંદિર ફળીયું તા.ગરુડેશ્વર જિ.નર્મદા) જ્યારે વોન્ટેડ આરોપીઓ-(૭) અલ્પેશભાઇ કરશનભાઇ તડવી (રહે.સુકા નવી વસાહત મંદિર ફળીયું તા.ગરૂડેશ્વર જિ.નર્મદા) (૮) બીપીનભાઇ જીવાભાઇ તડવી (રહે. સુકા નવી વસાહત મંદિર ફળીયું તા.ગરૂડેશ્વર જિ.નર્મદા)  (૯) ઝિંગાભાઇ મનસુખભાઇ તડવી (રહે.સુકા નવી વસાહત મંદિર ફળીયું તા.ગરૂડેશ્વર જિ.નર્મદા )નાઓ ને હાર-જીત નો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડી તેઓની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડા રૂ.૯,૦૪૦/- તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂ.૩૪૮૦/- તથા ઓપો કંપની ના મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦-તથા વીવો કંપનીના મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ. ૨૭,૫૨૦- ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જેમાં આરોપી નં.૭ થી ૯ નાઓ રેઇડ દરમ્યાન ભાગી જઇ ગુનો કર્યો તે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે


 

(10:12 PM IST)