<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

નર્મદા જિલ્લામાં ઘરમાં કરંટ લાગતા અને ડેમના પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ઘરમાં કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બીજી ઘટનામાં પાણીમાં ડૂબી જતા બીજા વ્યક્તિનું મોત થયો હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જામની ગામમાં બનેલી ઘટનામાં સુરેશભાઈ મગનભાઈ વસાવા( ઉ.વ. આ.૩૮)( રહે.જામની મોટુ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓને શૈલેષભાઈ પ્રભુભાઈ વસાવા નાઓના ઘરમાં ઇલેક્ટ્રીક વાયર તુટેલ હોય જે બાંધવા જતા તેમને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.
    જ્યારે બીજી ઘટના ગરુડેશ્વર તાલુકા માં બની જેમાં મરનાર દલસુખભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.આ.૪૨) નાઓ ગઇ તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના એક વાગે કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાક જતા રહેલ ત્યારબાદ તેમની શોધખોળ કરતા ગભાણા બ્રીજ નીચે ડેમના પાણીમા કોઇ કારણસર નદીમાં પડી ડુબી જવાથી મોત થતા પોલીસે નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

(10:13 PM IST)