<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

અમદાવાદ એરપોર્ટ પરથી સાડા 6 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મહિલા ઝડપાઈ: બેંગ્કોકથી ફ્લાઈટમાં આવી હતી

DRIની ટીમે એક મહિલાની પૂછપરછ કરી: તેણી પાસેથી 6.5 કિલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો અને કેટલીક દાણચોરીની વસ્તુઓ મળી આવી હોવાની વિગત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક મહિલા બેંગકોકથી આવી રહી હતી. તેની પાસેથી સાડા છ કરોડનો 6.5 કિલો હાઈબ્રીડ ગાંજો મળી

 DRIની ટીમને બાતમી મળી હતી કે, થાઈલેન્ડ બેંગકોકથી આવી રહેલી એક મહિલા પોતાની સાથે હાઈબ્રીડ ગાંજો લઈને આવી રહી છે. ફ્લાઈટ અમદાવાદ પહોંચ્યા બાદ મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સમાં હતા ત્યારે જ DRIની ટીમે એક મહિલાની પૂછપરછ કરી હતી. જેની પાસેથી 6.5 કિલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. DRIની ટીમે આ સાડા છ કરોડનો ગાંજો કબજે લઈને મહિલાની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી છે. તે કોના માટે ગાંજો લઇને આવી હતી તેની તપાસ ચાલી રહી છે.  


 

 

(10:34 PM IST)