<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

અમદાવાદ એરપોર્ટ પરથી કેસર ઝડપાયું : અબુધાબીથી આવેલ મુસાફર પાસેથી DRI એ 9,500 ગ્રામ કેસર જપ્ત કર્યું

5 આઇફોન તથા 4 ડિજિટલ વોચ પણ મળી આવી : તમામ વસ્તુઓ કબ્જે લેવાઈ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો અને કેટલીક દાણચોરીની વસ્તુઓ મળી આવી હોવાની વિગત સામે આવી છે.

અબુધાબીથી આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફર 9,500 ગ્રામ કેસર લઇને આવી રહ્યો હોવાની બાતમી કસ્ટમ્સની ટીમને મળી હતી. જેને પગલે કસ્ટમ્સની ટીમ જેતે મુસાફરને અટકાવી તેની તપાસ દરમિયાન તેની પાસેથી 9,500 ગ્રામ શુદ્ધ કેસર મળી આવ્યું હતું. જ્યારે 15 આઇફોન તથા 4 ડિજિટલ વોચ પણ મળી આવી હતી. દાણચોરીની આ તમામ વસ્તુઓ કસ્ટમ્સની ટીમે કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે  

 

(10:37 PM IST)