News of Thursday, 3rd July 2025
અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયા
પાણી ભરાતા બે જગ્યાએ અપાયા ડાયવર્ઝનઃઆબુથી ડીસા જવા ચિત્રાસણીથી ડાયવર્ઝન અપાયું છે આબુથી અમદાવાદ જવા માટે ડાયવર્ઝન અપાયું

બનાસકાંઠા,તા.૩
મધરાતથી બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેના લીધે રહેણાક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. ખાસ કરીને, અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં ટ્રાફિક હળવો કરવા માટે બે જગ્યાએ ડાયવર્ઝ અપાયા છે. અમદાવાદથી આબુ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર છે. પાલનપુરમાં ભારે વરસાદ બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. આવામાં ટ્રાફિક હળવો કરવા બે જગ્યાએ ડાયવર્ઝન અપાયા છે. આબુથી ડીસા જવા ચિત્રાસણીથી ડાયવર્ઝન અપાયું છે. આબુથી અમદાવાદ જવા માટે ડાયવર્ઝન અપાયું છે.
જ્યારે લાલાવાડાથી જગાણા થઈ વાહનોને ડાયવર્ઝન અપાયું છે. નેશનલ હાઈવે પર બિહારી બાગ નજીક કેડસમા પાણી ભરાતા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. જેના પગલે પોલીસ વિભાગ અને વહીવટી તંત્રએ નેશનલ હાઇવેને ડાયવર્ટ ડાયવર્ટ કર્યો છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ભારેયા પાણીને લીધે લગભગ ચાર કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પડેલો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદના કારણે પાલનપુરના કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાલનપુર હાઈવે બિહારીબાગ સામે નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા એક તરફના માર્ગ ઉપર નાના વાહનો ચાલતા જોવા મળી રહ્યા છે. જોકે પાણીમાંથી ચાલતા કેટલાક વાહનો બંધ પણ પડ્યા છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
