News of Friday, 4th July 2025
પાટણ જિલ્લાની ઈલમપુર અને ચડાસણા ગ્રામ પંચાયત સતત પાંચમી વાર સમરસ જાહેર થઈ
- ઈલમપુર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ સતત પાંચમી વખત સમરસ અને પ્રથમ વખત મહિલા સમરસ જાહેર :હવે પાંચ વર્ષ સુધી ગામનું સુકાન મહિલાઓ સંભાળશે.

અમદાવાદ : તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ યોજનાના અસરકારક પરિણામો જાહેર થયાં છે.જેમાં પાટણ જિલ્લાની બે પંચાયતો સતત પાંચમી વખત સમરસ જાહેર થઈ છે.પાટણની ઈલમપુર ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે 8.50 લાખની ગ્રાન્ટ મળશે. પાટણ જિલ્લામાં આવેલી ઈલમપુર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ સતત પાંચમી વખત સમરસ અને પ્રથમ વખત મહિલા સમરસ જાહેર થઈ છે. એટલે કે હવે પાંચ વર્ષ સુધી ગામનું સુકાન મહિલાઓ સંભાળશે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
