તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
મહિલાને ૪ જીવનસાથી સાથે મનમેળ ન થયોઃ ત્રીજા પતિએ બળાત્કાર ગુજાયો
છૂટાછેડા આપી દીધા હોવા છતાં મહિલા સાથે સંબંધ બાંધી સગર્ભા બનાવી - મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ આદરી

અમદાવાદ તા.૪: સંબંધોના આટાપાટાની વિચિત્ર ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે અમદાવાદની વંદના (નામ બદલ્યું છે)ના લગ્ન ૨૦૧૫માં ઇસનપુરના દક્ષેશ નામના યુવક સાથે થયા હતા. આ લગ્નજીવનમાં તેને એક પુત્રી પ્રાપ્ત થઇ હતી. ચારેક વર્ષના લગ્નજીવન બાદ વંદનાને પતિ સાથે મનમેળ નહીં આવતાં તેણે ૨૦૧૯માં છૂટાછેડા લઇ લીધા હતા.
૨૦૧૯માં જ તે વિજાપુરના કિરણ પટેલના સંપર્કમાં આવી અને લગ્ન કરી લીધા અને ૨૦૨૦માં છૂટાછેડા લઇ લીધા હતા. હવે ૨૦૨૧માં વંદનાએ ઉવારસદના મયુર પારેખ સાથે લગ્ન કરી લીધા. બે વર્ષ સાથે રહીને તેઓ રાજીખુશીથી અલગ થઇ ગયા. વંદનાની ફરિયાદ મુજબ તે વર્ષ ૨૦૨૪માં છત્રાલના પંકજ ગજ્જર સાથે સંપર્કમાં આવી અને લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું નક્કી કરીને છત્રાલ ગઇ. જોકે ચારેક દિવસમાં જ તેને છત્રાલમાં નહીં ફાવતાં તે પરત અમદાવાદ આવી ગઇ હતી.
અમદાવાદમાં તે દીકરી અને ભાઇ સાથે રહેવા લાગી હતી. ત્યારે જ તેનો ત્રીજો પતિ મયુર પારેખ કે જેની સાથે વંદનાએ છૂટાછેડા લઇ લીધા છે. તે વારંવાર વંદનાના ઘરે આવી જતો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ બાંધતો હતો. એક વખત તો તે વંદનાના ઘરે જ ત્રણ ચાર દિવસ માટે રહેવા આવી ગયો હતો. ત્યારે પણ તેને સંબંધ બાંધ્યા હતા. થોડા દિવસ પહેલા વંદનાએ ગાયનેક તપાસ કરાવતાં તેને જાણ થઇ હતી કે તે સગર્ભા છે. માટે તેણે ત્રીજા પતિ વિરુદ્ધ રાણીપ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.(૩૮.૧૧)
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
