News of Friday, 4th July 2025
સુરતના ગુન્હાનો આરોપી તાલાલાનો શખ્સ ઝબ્બે

સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન કલમ ૧૩૭(૨) મુજબના ગુન્હાના કામનો આરોપી મહેશભાઇ ભાવેશભાઇ સોલંકી મુળ રહે.ભીમદેવળ તા. તાલાલા હાલ રહે.સુરત વાળો ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી સેમરવાવ ગામના પાટીયા પાસે ઉભેલ હોય જે હકિકત આધાર પકડી પાડી કાર્યવાહી કરવામા આવેલ છે. પોલીસ ઇન્સ્પેકટર જે.એન. ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ભુપતભાઇ ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતભાઇ ડોડીયા તથા પ્રતીપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ પરબતભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમારએ આ કામગીરી કરેલ છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
