<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

તાજીયા અંતર્ગત ગુજરાતના પોલીસ તંત્રને એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય

રૂટ નિરીક્ષણ, રૂટમાં આવતા ધાર્મિક સ્‍થાનકો પર વિશેષ બંદોબસ્‍ત, વરસાદને કારણે પોલીસ બંદોબસ્‍તમાં વિક્ષેપ ન પડે તે માટે રેઈનકોટ સાથે રાખવા ખાસ તાકીદ રમજાનના પવિત્ર તહેવારો અંતર્ગત મુખ્‍ય પોલીસ વડા દ્વારા રાજ્‍યના ટોચના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા તાકીદના આદેશો અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ ડીસીપી, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડાના અનુભવ કામે લગાડતો અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, IB વડા તરીકે આખા ગુજરાતની તાસીરનો અનુભવ ધરાવતા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જડબેસલાક સુરક્ષાચક્ર, રાજકોટમાં વર્ષથી શાંતિ છતાં સીપી બ્રજેશ ઝાએ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ બંગારવાને મહત્‍વની જવાબદારી સુપ્રત કરી વડોદરામાં બહારથી ૧ એસપી, ૭ dysp અને રેપિડ એકશન ફોર્સ સાથે લોખંડી બંદોબસ્‍ત ગોઠવતા સીપી નરસિંહમાં કોમાર

રાજકોટ, તા.૪: આસ્‍થાના પ્રતીક સમા મહોરમના પવિત્ર તહેવાર અંતર્ગત રાજ્‍યભરમાં શનિ અને રવિવારના રોજ નીકળનાર તાજીયા અંતર્ગત ખૂબ સારી રીતે ઉજવણી થાય અને કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ રહે તે માટે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્‍યભરના પોલીસ કમિશનરો, રેન્‍જ વડાઓ અને એસપીઑને ખૂબ મહત્‍વના આદેશો આપી તેની કડક અમલવારી કરવા સૂચના આપી છે. અત્રે એ યાદ રહે કે રાજકોટને બાદ કરતાં અમદાવાદ, સુરત અને વડોદરા કોમી દૃષ્ટિએ સંવેદનશીલ હોઈ તે અને ib દ્વારા પણ ભૂતકાળના અનુભવ આધારે જે રિપોર્ટ આપ્‍યો છે, તે ધ્‍યાને રાખી વડોદરા, સુરત અને અમદાવાદમા અર્ધ લશ્‍કરી દળ સ્‍ટેટ રિઝર્વ પોલીસ સાથે રેપિડ એકશન ફોર્સની ટુકડીઓ સામેલ થનાર છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા એક એસપી લેવલના અને ૭ dysp લેવલના સ્‍ટાફ સ્‍થાનિક પોલીસની મદદમાં રાખવા પોતાના લો એન્‍ડ ઓર્ડર વડા તરીકેના વિશાલ અનુભવ આધારે નક્કી કરી લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવી હોવાનું સૂત્રો જણાવે છે. ભૂતકાળમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ડીસીપી, જોઇન્‍ટ સીપી અને સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા તરીકેના અનુભવ આધારે પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા જડબેસલાખ બંદોબસ્‍ત ગોઠવાયો છે. સુરતમાં એક યુગમાં ધાર્મિક યાત્રા સમયે બનેલી ઘટના અંગે ib વડા તરીકે ગુજરાતના વિવિધ શહેરોનો અભ્‍યાસ ધરાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ આખા શહેરના સર્વે આધારે બંદોબસ્‍ત રણનીતિ તૈયાર કરી છે. રાજકોટ વર્ષોથી કોમી ભાઈચારા માટે ગુજરાતમાં જાણીતું છે, આમ છતાં સાવચેતી ખાતર પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ બાંગરવાને બંદોબસ્‍ત અંગે ચર્ચા કરી જડબેસલાક વ્‍યવસ્‍થા ગોઠવી છે. દરમિયાન રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા કે જેમને નિવળતિ બાદ પણ તેમની સેવાઓ વિશેષ ૬ માસ લેવા વડાપ્રધાનના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ એપાઈન્‍ટમેટ કમિટી દ્વારા નિર્ણય કરી ગૌરવ બક્ષ્યું હોય તેવો દ્વારો પોતાની બીજી ટર્મની પસંદગી સાર્થક પુરવાર કરવા રૂટ નિરીક્ષણ, આયોજકો સાથે ચર્ચા, રૂટમાં આવતા ધાર્મિક સ્‍થાનકો પાસે વિશેષ બંદોબસ્‍ત અને હેલ્‍મેટ લાઠી અને વરસાદી માહોલ વચ્‍ચે બંદોબસ્‍તમાં વિક્ષેપ ન પડે તે માટે રેઈનકોટ પણ સાથે રાખવા સૂચના આપી હોવાનું સૂત્રો જણાવે છે.

(11:33 AM IST)