તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
ઉનાની સીમમાં મજુરી કામ કરતા યુવાનનો મૃતદેહ મળ્યો : શરીરે ઇજાના નિશાન
મિલનસાર સ્વભાવ અને કોઇની સાથે દુશ્મની નહી રાખનાર યુવાનના શંકાસ્પદ મૃત્યુ અંગે તપાસઃ મૃતદેહનું પોસ્ટમોર્ટમ

(નવીન જોષી દ્વારા) પોરબંદર તા.૪: નાદરખ સીમમાં મજુરી કામ કરતા યુવાન રામભાઇ ખાટુભાઇ ખસિયા (ઉ.વ.૩૦)નો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે તપાસ શરૂ કરી છે.
ઊના થી ૨૦ કિલોમીટર દૂર નાદરખ ગામની સીમમાં સ્મશાન પાસે એક યુવાનનો મળતદેહ પડેલ હોવાની જાણ ઊના પોલીસ સ્ટેશનને થતા પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણા પી.એસ.આઇ. બોરીચા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મળતદેહની ઓળખ મેળવતા તે નાદરખ ગામનો રામભાઈ ખાટુભાઈ ખસીયા ઉ. વ.૩૦ નો મળતદેહ હતો શરીર ઉપર ઇજા જેવા ડાઘાના નિશાન હોય શંકાસ્પદ મળત્યુ લાગતા પોસ્ટમોર્ટમ કરવા ઊના હોસ્પિટલે લઈ જવાયો છે.
રામભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન કરતો હતો પરિવારમાં માતા અને પિતા તેમજ બે દીકરી એક દીકરો અને બે નાના ભાઈ છે.
લોકોના જણાવ્યા મુજબ મિલન સાર સ્વભાવ નો અને કોઈ સાથે દુશ્મની પણ ન હતી મળત્યુનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
