તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
આગામી ત્રણ કલાકમાં દેવભૂમિ દ્વારકા, સુરત અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ : નાવ કાસ્ટ જાહેર
કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, રાજકોટ, ડાંગ, તાપી, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે,મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બપોરે 1 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, સુરત અને ભાવનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, રાજકોટ, ડાંગ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને બોટાદ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
