તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય :10 વર્ષ કરતાં જૂની ક્રિમિનલ અપીલ પહેલા અને ત્રીજા સહનિવારે 21 જજીસ સાંભળશે
રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ હવે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે :વર્ષો જૂની 600 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. જેને સાંભળવા હાઇકોર્ટની નવ જેટલી ખંડપીઠ અને ત્રણ સિંગલ જજ આ કાર્યવાહીમાં જોડાશે

અમદાવાદ :જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ હવે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે
10 વર્ષ અને તેનાથી જૂની ક્રિમિનલ અપીલો આ કામકાજના શનિવારના દિવસોએ ચલાવવામાં આવશે. આ નવતર અભિગમ અંતર્ગત આ શનિવાર એટલે 5 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટના 21 જજીસ આ ક્રિમિનલ અપીલોના નિકાલ માટેની ન્યાયિક કાર્યવાહી કરનાર છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 10 વર્ષ અને તેનાથી વધુ જુના સંખ્યાબંધ કેસો પેન્ડિંગ છે. તેવા સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટના કુલ 21 જજો આ ન્યાયિક કાર્યવાહીમાં જોડાશે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વર્ષો જૂની 600 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. જેને સાંભળવા હાઇકોર્ટની નવ જેટલી ખંડપીઠ અને ત્રણ સિંગલ જજ આ કાર્યવાહીમાં જોડાનાર છે. જેમાં દરેક ખંડપીઠ સમક્ષ અને સિંગલ જજની બેંચ સમક્ષ 50 જેટલી સૌથી જૂની ક્રિમિનલ અપીલો સુનાવણી માટે મુકાનાર છે. હાલ વર્ષ 1995થી 2014 સુધીની કુલ 5627 જેટલી ક્રિમિનલ એકવીટલ અપીલ પડતર છે. જેમાંથી દર કામકાજના શનિવારે દરેક બેંચ સમક્ષ ઓછામાં ઓછી 50 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. એટલે કે કુલ 600 જેટલી અપીલો કોર્ટ સમક્ષ મુકાશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
