<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં: સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કડક ચેતવણી

સરપંચોને સંબોધતા તેમણે કહ્યું- આવા કોઇ લોકોને અત્યાર સુધી છોડ્યા નથી અને આગામી સમયમાં પણ છોડવાના નથી

ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું.. આ સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.  

      આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા સરપંચોને સંબોધ્યા હતા અને ભ્રષ્ટાચાર ન આચરવાનો કડક સંદેશ આપ્યો હતો.. તેમણે કહ્યું કે પૈસાની બાબતમાં ખુબજ સંભાળીને કામ કરવાનું છે. ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં, તેમણે વધુમાં કહ્યું કે આવા કોઇ લોકોને અત્યાર સુધી છોડ્યા નથી અને આગામી સમયમાં પણ છોડવાના નથી . 

    મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સર્વાંગી વિકાસની સત્તા આપી છે. તેમણે ગ્રામ પંચાયતના સૌ વિજયી થયેલ સરપંચો અને સભ્યોના ઉત્સાહને વધારતાં કહ્યું હતું કે, તમે સૌ ગ્રામ વિકાસના સ્તંભ છો અને ગામના વિકાસના પ્રત્યેક કામમાં તમારી ભૂમિકા મહત્ત્વની રહેવાની છે.  

 

(9:41 PM IST)