<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ઓઢવમાં માતાએ દીકરીની ગળુ દબાવી હત્યા કરી

માતાએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી :ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ પણ પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો

અમદાવાદ,તા.૪

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ ખરા અર્થમાં આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે,

 જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માતાએ દીકરીની હત્યા કરી નાખી છે, પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.અમદાવાદના ઓઢવમાં માતાએ દીકરીની હત્યા કરી છે, ઓઢવમાં ૬ વર્ષની દીકરીની માતાએ કરી હત્યા, દીકરીએ કામમાં મદદ નહીં કરતા માતા તેની પર ગુસ્સે થઈ હતી અને તેની હત્યા કરી નાખી, પહેલા દીકરીને માર માર્યો અને ત્યારબાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી છે,

 ઉષા લોધીએ દીકરીનું ગળું દબાવીને હત્યા કરતા, ઓઢવ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.માતાને પુત્ર હોય કે પુત્રી હોય બન્ને વ્હાલા હોય છે, પરંતુ આ બંધ મગજની માતા હવે માતા તરીકે નહી પણ આરોપી તરીકે ઓળખાઈ છે, ૬ વર્ષની માસૂમ બાળકીની તેની માતાએ હત્યા કરી નાખી છે, ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ પણ પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો જેમાં સામે આવ્યું કે માતાએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી નાખી છે, ૬ વર્ષની આઋષિએ ગૃહઉધોગ ના કામમાં મદદ નહિ કરતા માતા ક્રોધે ભરાઈ હતી અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો

(10:24 PM IST)