તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અંકલેશ્વરમાં પીરામણ ગામની સ્કૂલમાં લોખંડનો રેક ધરાશાયી થયો
અચાનક લોખંડનો રેક ધરાશાયી થતા બાળકનું મોત નિપજયું :ઘટનાની જાણ થતા જ પોલીસ પ્રાથમિક શાળાએ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી

અંકલેશ્વર,તા.૪
ભરુચમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અંકલેશ્વરની એક શાળામાં કરુણ દુર્ઘટના સર્જાઈ જેમાં અકસ્માતે એક બાળકનું મોત નિપજયું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરમાં પીરામણ ગામની પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો.
જેમાં શાળાના ખુલ્લા ભાગમાં બાળકો રમત રમી રહ્યા હતા. દરમિયાન અચાનક લોખંડનો રેક ધરાશાયી થતા બાળકનું મોત નિપજયું. ઘટનાની જાણ થતા જ પોલીસ પ્રાથમિક શાળાએ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
પીરામણ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં બપોરના સમયે આ બનાવ બનવા પામ્યો છે. જ્યાં શાળાના સંકુલમાં બાળકો માટે રમતગમતના હિંચકા અને લપસણી જેવા જુદી-જુદી વસ્તુઓ મૂકવામાં આવી હતી ત્યાં બાળકો રમતનો આનંદ લેતા હતા. દરમિયાન રમત માટે બનાવવામા આવેલ નીચે અને નીચેથી ઉપર ચઢવા માટે બનાવવામાં આવેલ લોખંડનો રેક અચાનક ધરાશાયી થયો. જે ત્યાં રમતા હાર્દિક નામના એક બાળક પર પડ્યો. લોખંડના હાર્દિકના માથા પર પડતા તેને ગંભીર ઇજા થઈ.
બાળકને ગંભીર ઇજા થતા તેને શાળાના સ્ટાફ અને શિક્ષકો દ્વારા પીરામણની એચ.એમ.પી. હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં એચ.એમ.પી. હોસ્પિટલના તબીબોએ તેને વધુ સારી સારવાર માટે જયાબહેન મોદી હોસ્પિટલમા રિફર કર્યો હતો.
પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા જ ગંભીર ઇજાને પગલે ૬ વર્ષીય હાર્દિક નામના બાળકનું મોત નિપજયું. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ શરૃ કરી. બાળકનું અચાનક મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
