તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અમદાવાદના એકા ક્લબમાં સ્વિમિંગ પૂલની દિવાલ તૂટતાં દોડધામ મચી
યુદ્ધના ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાયોઃછત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા તે દરમિયાન અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો

અમદાવાદ,તા.૪
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને હજુ સુધી એક મહિનો પણ પુરો થયો નથી ત્યાં તો અમદાવાદના એકા ક્લબ ખાતે સ્વિમિંગ પુલની દિવાલમાં તિરાડ પડતાં અફરાતફરી મચી જવા પામી હતી.
એકા ક્લબ ખાતે આયુષ ઇન્ડિયાનું એક્ઝિબિશન ચાલુ રહ્યું હતું. તે દરમિયાન છત પર આવેલા સ્વિમિંગની દિવાલ તૂટી પડતાં પાણી લીકેજ થવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઇ છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા એક્કા ક્લબ ખાતે ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત આયુષ ઇન્ડિયા પ્રદર્શનની પાંચમી એડિશન ચાલી રહી હતી, ત્યારે સ્વિમિંગ પૂલની દિવાલમાં તિરાડ પડી હતી. છત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા તે દરમિયાન અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો અને ધડધડ પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. એક્ઝિબિશન કાર્યક્રમમાં અચાનક બનેલી ઘટનાને કારણે લોકોએ નાસભાગ શરૃ કરી દીધી છે. થોડીવારના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
છત ઉપર આવેલા સ્વિમિંગ પૂલની દિવાલ તૂટતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને એકા ક્લબની બહાર આવેલા શોરૃમના શટર બંધ કરી હતા.
તો બીજી તરફ તાત્કાલિક સ્વિમિંગ પૂલનું પાણી ખાલી કરી નાખી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઇ છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
