<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વડોદરા કોર્પોરેશન સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ મારફતે કરાવશે

૩૧ સ્મશાનોનું સંચાલન ત્રણ સંસ્થાઓ કરનાર છેઃટૂંક સમયમાં આ ખાનગી સંસ્થાઓને વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે અગાઉ સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર થઈ ચૂકી છે

 વડોદરા,તા.૪

વડોદરા શહેરમાં ૩૧ સ્મશાનો આવેલા છે. આ તમામ સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપી આઉટસોર્સિંગ મારફતે કરવા કોર્પોરેશન જઈ રહી છે. જેનો વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે, અને આજે સાંજે આ મુદ્દે કોર્પોરેશનમાં આવેદનપત્ર પણ આપી રજૂઆત કરનાર છે. આ અંગે કોર્પોરેશનના વર્તુળો જણાવે છે કે ટૂંક સમયમાં આ ખાનગી સંસ્થાઓને વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે. અગાઉ સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર થઈ ચૂકી છે.વડોદરા શહેરના ચાર ઝોનમાં ૩૧ સ્મશાનોનું સંચાલન ત્રણ સંસ્થાઓ કરનાર છે. જેમાં દક્ષિણ અને પશ્ચિમ ઝોન માટે એક જ સંસ્થા છે. ઉત્તર અને પશ્ચિમ ઝોન માટે બે અલગ સંસ્થા છે. કોર્પોરેશનને આઉટસોર્સિંગ દ્વારા સંચાલનનો ખર્ચ ૧૦.૪૩ કરોડ થશે. આ સંસ્થાઓ સ્મશાનની સફાઈ, શૌચાલયની સફાઈ, બગીચાઓનું મેન્ટેનન્સ, લાકડા,છાણા, પૂળા અને આખરી સામાન અંતિમવિધિ માટે આપશે. આ સંસ્થાઓને સ્મશાને અંતિમવિધિ માટે જનારા લોકોએ એક પણ રૃપિયો આપવાનો નથી. કોર્પોરેશન દ્વારા જે વૃક્ષો કાપવામાં આવે છે, તેના લાકડા સ્મશાનોમાં જ જશે. જેમાં લાકડા વેરવાનો પ્રતિ મણ ૪૦ રૃપિયા ખર્ચ કોર્પોરેશન સંસ્થાઓને આપશે. જો સંસ્થા પોતે લાકડા લઈ આવે તો પ્રતિ મણ ૧૬૦ ચૂકવશે.

(10:33 PM IST)