<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો :વસ્ત્રાપુર, થલતેજ, એસજી હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો

પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો: સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો  આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે  સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.  અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.  અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 

હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરી છે.એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીરસોમનાથ અને ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

(10:55 PM IST)