તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
ભ્રષ્ટાચારની સુરક્ષા દિવાલ તૂટી પડતા નુકશાન: રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ આગળ માર્ગ મકાન વિભાગે બનાવેલ પ્રોટેક્શન વોલ ધરાશાઈ થતા નુકશાન
લગભગ 6 મહિના પર બનાવેલી એક કિલોમીટર લાંબી આ પ્રોટેક્શન વોલ તૂટી પડતા બાજુમાં આવેલા ખેતરમાં કેળાના પાક પર પડતા ખેડૂતને પણ નુકશાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ધાબા ગ્રાઉન્ડની આગળ જતા માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ તૂટી પડતા તંત્રની પોલ છતી થઈ છે. આ દીવાલ તૂટતા બાજુમાં આવેલા ખેતરમાં કેળાના પાક ઉપર દિવાલ નો ભાગ પડતા ખેડૂતના પાકને પણ નુકશાન થયું છે.
રાજપીપળા સ્પોર્ટ કોમ્પલેક્ષ ની આગળ જતા બનાવેલી સુરક્ષા દિવાલ ( પ્રોટેક્શન વોલ )લગભગ એક કિલોમીટર જેવી લાંબી હતી પરંતુ હજુ ચોમાસા ની શરૂઆત થતા જ વરસાદ માં આ દીવાલ તૂટી જતા માર્ગ અને મકાન વિભાગે બનાવેલી આ દીવાલ માં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શું તંત્રની આવી હલકી ગુણવત્તા વાળી કામગીરીમાં થયેલ લાખો ના ખર્ચ ની યોગ્ય તપાસ થશે..? કે આખે આખું તંત્ર જ ભ્રષ્ટાચાર ભરડામાં ભેરવાયું છે..?
નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવેલા રોડ, રસ્તા કે દીવાલ સહિતની કામગીરીમાં મોટાભાગના કામો માં ગુણવત્તા વિનાની કામગીરી થાય છે અને આ કામગીરી લાંબો સમય રહેતી કે ટકતી નથી તેનું ખાસ કારણ અધિકારીઓ નો અંગત ફાયદો છે તેવી વારંવાર બુમ સંભળાઈ છે છતાં આટલા વર્ષોમાં આજદિન સુધી ઉપર લેવલથી કોઈ જ તપાસ થઈ નથી. ત્યારે હાલમાં તૂટેલી આ દીવાલ તો લગભગ 6 મહિના પહેલા જ બનાવવામાં આવી હોવાનું ત્યાંના ખેડૂતોનું કહેવું છે તેમ છતાં આટલા ટૂંકા સમયમાં આ એક કિલોમીટર જેવી લાંબી અને ઊંચી દીવાલ તૂટવા નું શું કારણ..? શું આ ભ્રષ્ટાચારની દિવાલ હતી..? આ મુદ્દે તટસ્થ અને યોગ્ય તપાસ કરાઇ તેવી એ તરફ ખેતરો ધરાવતા ખેડૂતો ની માંગ છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
