તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અર્બન વિભાગ દ્વારા પાણી આવતા પહેલા પાળ બંધાઈ : રાજપીપળાના અનેક વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે અર્બન દ્વારા એન્ટી લાર્વા કામગીરી શરૂ
ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ શહેરમાં પગ પેસારો કરે તે પહેલા જ સોનીવાડ, કસબાવડ, ટેકરા ફળીયા સહિતના વિસ્તારોમાં કામગીરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળામાં અનેક વિસ્તારોમાં આરોગ્ય શાખા ના અર્બન વિભાગ દ્વારા અગમચેતીનાં ભાગરૂપે અર્બન એન્ટી લાર્વાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકુમાર માઢકના માર્ગદર્શન તેમજ તાલુકા હેલ્થ અધિકારી ડો.એ.કે. સુમન અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ધનંજય વલવીનાઓની સૂચના મુજબ પાણી આવતા પહેલા પાળ બંધાઈ કહેવત ની જેમ, હાલ ચોમાસા ની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા પાણીજન્ય રોગ ના થાય કેમ કે ભૂતકાળમાં રાજપીપળામાં આવા કેસો નોંધાયા હતા માટે અર્બન ટીમ દ્વારા હાલમાં રાજપીપળાના સોનીવાડ, કસબાવડ, ટેકરા ફળીયા સહિતના વિસ્તારોમાં એન્ટી લાર્વા ની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આમ તકેદારીના ભાગરૂપે આરોગ્ય શાખાની અર્બન ટીમ હાલ ચોમાસાની ઋતુ માં શહેરમાં મોટો રોગચાળો ના વકરે એ માટે કામે લાગી છે. ત્યારે આ કામગીરી દરમિયાન સ્થાનિક મહિલા અગ્રણી નિધિબેન શુક્લા અર્બન ટીમ સાથે રહ્યા હતા.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
