<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

આધારકાર્ડમાં જન્મ તારીખમાં ફેરફાર માટે બીજો જન્મ લેવો પડે તેવી મથામણ : ફક્ત જન્મ દાખલો જ માન્ય ગણતા લોકો મુશ્કેલીમાં મુકાયા

જન્મ તારીખ સુધારા માટે લિવિંગ સર્ટિ કે અન્ય કોઈ જ દસ્તાવેજ માન્ય નહી ગણતા આધાર અપડેટ કરવું મુશ્કેલ બન્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આધારકાર્ડ અપડેટ માટે લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે જેમાં ખાસ તો જન્મ તારીખના સુધારા માટે ફક્ત જન્મનો દાખલો જ માન્ય ગણતા લોકો અટવાઈ પડ્યા છે
    મળતી વિગતો મુજબ સરકારે આધાર કાર્ડ, જન્મના દાખલા કેવાયસી સહિતના નવા અપડેટ કરાવવા લોકોને ધંધે લગાડ્યા છે પરંતુ આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા લોકો ધક્કે ચઢવા છતાં કામ થતા નથી કેમ કે જન્મ તારીખના સુધારા માટે માત્ર જન્મનો દાખલો જ માન્ય રાખવામાં આવતો હોય લિવિંગ સર્ટિફિકેટ કે બીજો કોઈજ દસ્તાવેજ નહીં ચાલે તેવા જવાબ બાદ હજારો લોકો એવા છે કે તેમની પાસે જન્મ દાખલો નથી ત્યારે આ લોકો એલસી બતાવવા છતાં આધાર અપડેટ કરતા ઓપરેટરો એવું જણાવે છે કે આધાર અપડેટ માં જન્મ દાખલા સિવાય બીજો કોઈ ઑપ્શન આવતો જ નથી માટે જન્મ નો દાખલો લાવો તો જ અપડેટ થશે.
આવા સંજોગો મા હજારો આધેડ લોકો કે તેમની પાસે જન્મ ના દાખલા જ નથી અને એલસી માન્ય ગણતા નથી માટે આવા લોકો નો જાયે તો કહા જાયે જેવો ઘાટ થયો છે.
જોકે આ માટે અમે નાંદોદ મામલતદાર પદમાબેન ચૌધરી સાથે વાત કરી તો તેમણે પણ આ વાત સ્વીકારી કહ્યું કે હા આધારકાર્ડ માં જન્મ તારીખ ના સુધારા માટે ફક્ત જન્મ નો દાખલો જ જોઈએ સરકારે આ બાબત માં અન્ય કોઈ વિકલ્પ આપ્યો નથી માટે જન્મ દાખલો હોય તેમના જ આધાર જન્મ તારીખ માટે અપડેટ થશે

(11:32 PM IST)