<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો હાહાકાર મચ્યો : જિલ્લામાં એક સપ્તાહમાં ત્રણ બાળકોના મોત ?

શહેરા, ગોધરા અને હોલાલ તાલુકામાં વાયરસનો કહેર

અમદાવાદ : ગુજરાતમાં ફરીવાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો છે. પંચમહાલ જિલ્લામાં આ વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે. જિલ્લામાં એક સપ્તાહમાં આ વાયરસથી ત્રણ બાળકોના મોત નિપજ્યાં છે. પંચમહાલમાં શહેરા, ગોધરા અને હોલાલ તાલુકામાં વાયરસનો કહેર જોવા મળ્યો છે. આ બાળકોને સારવાર માટે વડોદરા લવાયા હતાં જ્યાં તેમના મોત નિપજ્યાં છે. અન્ય એક બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે

(12:39 AM IST)