<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

વોન્‍ટેડ આકાશ દુબઈથી અમદાવાદ એરપોર્ટ આવતા જ વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લીધો

વિદેશમાં સારી નોકરીઓ અપાવવાની લાલચ આપી મોટી રકમ સાથે વિદેશ નાશી ગયેલ આરોપીને ઝડપવાના સીપીએ આપેલ વચન પાળી બનાવ્‍યું : પોલીસ કમિશનર નરસિંહમા કોમાર, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં પીઆઇ આર.જી. જાડેજા, એચ.ડી. તુવર અને પીએસઆઇ એન. જી. જાડેજા સ્‍ટાફને મોટી સફળતા મળી

રાજકોટ, તા.પઃ રોજગારીની જરૂરીયાતમંદ યુવાનોને નોકરી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા એકઠા કરી ઓફિસને અલીગઢિયા તાળા લગાવી નાશી છૂટેલ આરોપી વિદેશ હોવાની બાતમી આધારે આખો મામલો પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા મામલાની ગંભીરતા સમજી પોતાના હાથમાં લેવા સાથે વિવિધ એરપોર્ટને સીબીઆઈ અનુભવ આધારે લુક આઉટ નોટિસ મોકલવાનો નિર્ણય સાર્થક સાબિત થયો છે  આરોપી આકાશ રાજપૂત દુબઈથી અમદાવાદ આવી રહ્યાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં સફળતા મળી છે.

ઉકત આરોપી અંગેની જાણ થતાં વોન્‍ટેડ આરોપીઓ વિરુદ્ધ જેમના માર્ગદર્શનમાં આખું અભિયાન ચાલે છે તેવા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર,ક્રાઇમ બ્રાન્‍ચના બન્ને ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને હરપાલસિંહ રાઠોડ દ્વારા તુરંત કાર્યવાહી કરવા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી.તુવર અને પીએસઆઇ એન. જી. જાડેજાનો રાહબરી હેઠળ ખાસ ટીમ મોકલેલ. આ અગાઉ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી આરોપીને અટકાવવા જણાવેલ. જે મુજબ  કાર્યવાહી થયેલ. લોક પ્રશ્ને પોલીસની જાગળતિ અંગે ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી છે.

(11:28 AM IST)