<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

પ્રેમ સંબંધમાં ન્યૂડ વીડિયો બનાવ્યા બાદ બ્લેકમેઈલથી કંટાળી ચાંદખેડામાં મુસ્કાન ચૌહાણે 14મા માળેથી પડીને આપઘાત કર્યો

વિડિયો વાયરલ કરવાની ધમકી આપી તેણીને પૈસા પડાવ્યા ગયા અને સોનાની ચેઇન પણ ગીરવે પણ મુકાવી

અમદાવાદ : જગતપુર સન રાઈઝીંગ હોમ્સ એપાર્ટમેન્ટમાં 21 વર્ષની યુવતી મુસ્કાન ચૌહાણે 14મા માળેથી પડીને આપઘાત કર્યો છે. આ ઘટના સામે આવતા ચાંદખેડા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે, પ્રેમ સંબંધમાં અપમાનજનક ન્યૂડ વીડિયો બનાવ્યા બાદ બ્લેકમેઈલથી તે માનસિક રીતે તણાવમાં હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.  

 

મૃતક યુવતીનો ઘણા સમયથી મોહિત ઉર્ફે મિતરાજ ઈશ્વરભાઈ મકવાણા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. મિત્ર કાજલ પરમારના કહેવા મુજબ યુવતી તેની દરેક પ્રાઇવેટ વાત તેની સાથે શેર કરતી હતી. આ દરમિયાન મોહિત અને હાર્દિક રબારીએ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો. વિડિયો વાયરલ કરવાની ધમકી આપી તેણીને પૈસા પડાવ્યા ગયા અને સોનાની ચેઇન પણ ગીરવે પણ મુકાવી હોવાનું કાજલે પોલીસને જણાવ્યું છે.

 

મામલો એટલો વણસી ગયો કે હાર્દિક રબારીએ યુવતીને હોટલ સુધી બોલાવી વીડિયો બતાવ્યો અને ધમકી આપી હતી. પ્રેમી મોહિતે વિડિઓ બનાવી મૃતક મુસ્કાન પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. મૃતક મુસ્કાન અને તેની ફ્રેન્ડે સાથે મળીને નક્કી કર્યું હતું મોહિતને બોલવી વીડિયો ડીલીટ કરાવી દઇશું . ત્યારબાદ સોલામાં વિસ્તારમાં આવેલા ઓડીના શોરૂમ પાસે મળવા માટે બોલાવ્યો હતો. તે દરમિયાન મૃતક મુસ્કાને પોલીસેને જાણ કરી હતી અને મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો .જ્યાં આરોપી મોહિતે પોલીસની હાજરીમાં વીડિયો ડિલીટ કર્યો હતો. પરંતુ તેમ છતાં મુસ્કાન સ્ટ્રેસમાં રહેતી હતી.

 

આ ઘટનાથી ડઘાઇ ગયેલી મુસ્કાને તેની મિત્રને કહ્યું હતું, “હું વીડિયોના કારણે બહુ ડરી ગઈ છું. કોઈ આડું પગલું ન ભરી દઉં તો સારું ” આ શબ્દો થોડા કલાકોમાં કડવી હકીકતમાં ફેરવાયા. જયરાજસિંહ નામના મિત્રના ઘરે ગયેલી યુવતી 4 જુલાઈના રોજ સવારે 7 વાગ્યે 14મા માળેથી પડતાં જીવ ગુમાવી બેઠી. યુવતીના પિતા, પતિ અને મિત્રએ મોહિત મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યામાં ઉશ્કેરણી અને બ્લેકમેઈલના આરોપમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી છે. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(1:16 PM IST)