<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ગુજરાત કેમીસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ ફેડરેશનની નવી ટીમની સત્તાવાર જાહેરાત : પ્રમુખપદે જશુભાઈ પટેલ

* રાજયના ૨૮ હજાર દવાના વેપારીઓનું સંગઠન * ગુજરાત કેમીસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ ફેડરેશનની નવી ટીમની સત્તાવાર જાહેરાત : પ્રમુખપદે જશુભાઈ પટેલ * ચેરમેન તરીકે અલ્‍પેશભાઈ પટેલ, મંત્રી તરીકે કિરીટભાઈ પલાણ સહિતની ટીમ જાહેર થઈ : રાજકોટના અનિમેષ દેસાઈને એડીશ્નલ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ * AIOCDના વેસ્‍ટ ઝોનના ઉપપ્રમુખ જાહેર થયેલા રાજકોટના મયુરસિંહ જાડેજાએ ચેરમેન તરીકે સયાજી ઝોનના વિવાદનો સુખદ અંત લાવી દીધો * સંસ્‍થાના સભ્‍યો તથા સમાજના હિતમાં સંકલન સાધી એકતા અને સંગઠન સાથે સમગ્ર ટીમ કાર્યરત રહેશેનો કોલ અકિલા સમક્ષ જશુભાઈ પટેલે આપ્‍યો

રાજકોટ, તા., પ : સમગ્ર રાજયના ર૮ હજાર જેટલા દવાના વેપારીઓ (રીટેલર્સ-હોલસેલર્સ)નું સંગઠન અને રાજયકક્ષાની માતૃસંસ્‍થા ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્‍ટેટ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશન્‍સ (એફજીએસસીડીએ)ની વર્ષ ર૦ર૪ થી ર૦ર૭ સુધીની સમગ્ર હોદેદાર ટીમની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે અલ્‍પેશભાઇ પટેલ, પ્રમુખ તરીકે શ્રી જસવંતભાઇ પટેલ (જશુભાઇ), મંત્રીશ્રી કિરીટભાઇ પલાણ, ખજાનચી શ્રી જીતુભાઇ પટેલ, ઓલ ઇન્‍ડીયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસના વેસ્‍ટ ઝોન (ગોવા, મહારાષ્‍ટ્ર, ગુજરાત) ના ઉપપ્રમુખ તરીકે રાજકોટ કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા (મો.૯૭ર૩૭૦૦૦૦૭), ફેડરેશનના  ઉપપ્રમુખ તરીકે શ્રી વિજયભાઇ પટેલ, સિનીયર ઉપપ્રમુખ તરીકે શ્રી ભીખાલાલ ગોયાણી, એડીશનલ મંત્રી તરીકે રાજકોટ કેમીસ્‍ટ એસો.ના માનદમંત્રી શ્રી અનિમેષભાઇ દેસાઇ (મો. ૯૪ર૬૯ ર૮૩૪પ), સહમંત્રીઓ શ્રી ભીષ્‍મભાઇ વોરા અને શ્રી અમિતભાઇ પટેલ, ઓર્ગેનાઇઝીંગ મંત્રી શ્રી કલ્‍પેશભાઇ દેસાઇ, ઇન્‍ટરનલ ઓડીટર તરીકે શ્રી દક્ષેશભાઇ માનીયા, વેબ-મીડીયાના એડીટર તરીકે શ્રી અરવિંદભાઇ બારોટ સહિતના હોદેદારો-સભ્‍યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ફેડરેશનના સયાજી ઝોન (ભરૂચ, અંકલેશ્વર, છોટા ઉદેપુર, બરોડા)માં ગત વર્ષ ર૦ર૪ થી કોઇક કારણસર સર્વસંમતી સંદર્ભે વિવાદ ચાલી રહ્યો હતો. જે વિવાદ સંદર્ભે લવાદ કમીટીના ચેરમેન મયુરસિંહ જાડેજા તથા તેમની સમગ્ર ટીમે ગોવા ખાતેની મીટીંગમાં સુખદ નિરાકરણ લાવી દીધાનું ફેડરેશનના પ્રમુખશ્રી જશુભાઇ પટેલે અકિલાને જણાવ્‍યું હતું. ત્‍યાર બાદ સર્વસંમતીથી સતાવાર ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ફેડરેશનના પ્રમુખશ્રી જશુભાઇ પટેલે (મો.નં. ૯૮રપ૦ ૮૩ર૮૬) અંતમાં અકિલાને જણાવ્‍યું હતું કે સંસ્‍થાના સભ્‍યો તથા સમાજના હિતમાં સંકલન સાધી એકતા અને સંગઠન સાથે નવી સમગ્ર ટીમ સતત કાર્યરત રહેશે.

(3:45 PM IST)