<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્‍વરૂપ....

આજે સવારે ૬ વાગ્‍યા થી લઈને બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ધરમપુર, કપરાડા ૩.૫ ઇંચ, વાપી અને વ્‍યારા ૩ ઇંચ, ડાંગ આહવા ૨.૫ઇંચ,બારડોલી ડોલવણ અને ગણદેવી ૨ ઇંચ વરસાદ, વાપી, વલસાડ પંથકમાં અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યાં, ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૨૦.૫૧ ફૂટે પહોંચી, મધુવન ડેમ ના ૮ દરવાજા ખોલાયા...૪૬૮૬૦ કયુસેક પાણી છોડ્‍યું...,રાજ્‍યના ૨૬ ડેમો હાઈ એલર્ટ ,૧૭ ડેમો એલર્ટ અને ૧૮ ડેમો વોનિર્ંગ લેવલ ઉપર

જીતેન્‍દ્ર રૂપારેલિયા,વાપી. જુલાઈ માસના પ્રથમ અઠવાડીયા થી જ મેઘરાજા રાજ્‍ય ના અનેક વિસ્‍તારોમાં વરસી રહ્યા છે.  જેમાં દક્ષિણ ગુજરાત પંથકમાં તો આજે એમનો રોદ્ર સ્‍વરૂપ નો પરચો જોવા મળી રહ્યો છે, ભારે વરસાદને પગલે વાપી, વલસાડમાં અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે, ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બંધ થયા છે, હાઈવે ઉપર પણ વરસાદને અને ખરાબ રસ્‍તાને કારણે લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને લઈને ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે આજે બપોરે ૧૨ કલાકે આ જળસપાટી વધીને૩૨૦.૫૧ મીટર ઉપર પહોંચી છે, ડેમ માં૧૨૬૭૦ કયુસેક પાણી ઈન્‍ફ્‌લો થઈ રહ્યું છે, જ્‍યારે દક્ષિણ ગુજરાતના છેવાડા ના દમણગંગા નદીના મધુવન ડેમ ની જળ સપાટી આજે બપોરે ૧૨ કલાકે ૭૦.૭૫ફૂટે પહોંચી છે, ડેમ માં ૫૮૫૨૬ કયુસેક પાણી ના ઈન્‍ફ્‌લો સામે ૪૬૮૬૦ કયુસેક પાણી છોડવામાં આવ્‍યું છે, ડેમના ૮ દરવાજા ૧.૮ મીટર ખોલાયા છે.

  આજે સવારે ૬ વાગ્‍યાથી લઈને બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો.....

 ધરમપુર ૮૧ મીમી, કપરાડા ૮૦ મીમી, વાપી અને વ્‍યારા ૭૫ મીમી ડાંગ આહવા ૬૪ મીમી, સોનગઢ ૬૩ મીમી, વઘઇ ૫૬ મીમી, ગણદેવી, ડોલવણ અને બારડોલીટ૫૫ મીમી, પલસાણા અને વાંસદા ૫૧ મીમીવાલોડ ૪૭ મીમી મહુવા ૪૬ મીમી, ઉમરગામ ૪૪ મીમી, ખેરગામ ૪૩ મીમી નવસારી ૩૬ મીમી, વલસાડ ૩૫ મીમી, પારડી અને ઉમરપાડા ૩૧ મીમી, વરસાદ નોંધાયો છે

સુબીર અને ચીખલી ૨૮ મીમી, સુરત સિટી ૨૭ મીમી, જલાલપોર ૨૬ મીમી વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત રાજ્‍યના ૪૭ તાલુકાઓમાં ૧ મીમીથી લઈ ૨૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

(3:51 PM IST)