News of Saturday, 5th July 2025
મહારાષ્ટ્રનો ગુજરાતી ભાષાનો વિવાદ મરાઠી નેતા સી આર પાટીલ ઉકેલ લાવે – ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાની અપીલ
દેશના અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવેલા લોકોને ગુજરાતીઓએ સ્વીકાર્યા છે. સી.આર. પાટીલ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ છે જ અને 4 વખત સાંસદ બન્યા છે.

સુરત :પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને, ભાજપના એક સમયના ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ અપીલ કરી છે. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ સોશિયલ મીડિયામાં આ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. મહારાષ્ટ્રમાં જે બની રહ્યું છે તેનાથી હું અત્યંત દુઃખી છું. દેશના અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવેલા લોકોને ગુજરાતીઓએ સ્વીકાર્યા છે.
સી.આર. પાટીલ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ છે જ અને 4 વખત સાંસદ બન્યા છે. આજે ગુજરાતની સર્વોત્તમ સત્તા તેમની પાસે છે. ગુજરાતીઓ તેમની ભાષા બાબતે ક્યારેય ટિપ્પણી કરી નથી. પણ મુંબઈની અંદર ભાષાને લઈને અનેક વખત બનાવો સામે આવે છે. નાગરિક તરીકે મુંબઈમાં જે લોકો કામ ધંધો કરે છે તેમને ભાષાને લઈને મારવામાં આવે છે તેમના પર ત્રાસ આપવામાં આવે છે તે દુઃખદ બાબત છે. સી. આર પટેલને વિનંતી કે સવાયા ગુજરાતી થઈને આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે ત્યારે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. નહીં તો આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
