News of Saturday, 5th July 2025
સાબરમતી, તાપી અને નર્મદા નદીનુ જળસ્તર વધે તેવો વરસાદ વરસશે : અંબાલાલ પટેલની આગાહી
પૂર્વ ગુજરાત, કચ્છ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે

અમદાવાદ : હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, સાબરમતી, તાપી અને નર્મદા નદીનુ જળસ્તર વધે તેવો વરસાદ વરસશે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. મહી સાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
ભરૂચ અને ઉત્તર ગુજરાતના ભાગોમા પણ વરસાદ પડશે તેવી આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, પૂર્વ ગુજરાત, કચ્છ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. તારીખ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. 24 જુલાઈ થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. 2 થી 8 ઓગસ્ટ માં દ.ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. તાપી નદીનું જળ સ્તર વધશે. નર્મદા નદી બે કાંઠે થશે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
