News of Saturday, 5th July 2025
વડોદરામાં બે કલાક સુધીમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર: માર્ગો નદીમાં ફેરવાઈ ગયા
વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી :અનરાધાર વરસાદને પગલે એમ. જી. રોડ, રાવપુરા રોડ, અમદાવાદી પોળ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવર, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા, ખોડીયાર નગર, ગોત્રી, સુભાનપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા : હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન બપોરે 2 વાગ્યાથી સતત બે કલાક સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા હતા.
વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે કોર્પોરેશન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઇ હતી. અનરાધાર વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના એમ. જી. રોડ, રાવપુરા રોડ, અમદાવાદી પોળ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવર, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા, ખોડીયાર નગર, ગોત્રી, સુભાનપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
