News of Saturday, 5th July 2025
સુરત મનપાનો મોટો નિર્ણય :હવેથી પાલતુ કુતરા રાખવા માટે 10 પડોશીઓ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડશે
બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના કિસ્સામાં પાલતુ પ્રાણીઓના માલિકે રહેણાંક મકાનના ચેરમેન અને સેક્રેટરી દ્વારા જારી કરાયેલ NOC સબમિટ કરવું પડશે

સુરત : પાલતુ કૂતરાઓના વધતા આતંકને પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. સુરતમાં કોઈ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ તેમના ઘરમાં પાલતુ કૂતરો રાખવા માંગતા હોય તો તેમણે ઓછામાં ઓછા 10 પડોશીઓ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડશે. આ અંગે મ્યુનિસિપલ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના કિસ્સામાં પાલતુ પ્રાણીઓના માલિકે રહેણાંક મકાનના ચેરમેન અને સેક્રેટરી દ્વારા જારી કરાયેલ NOC સબમિટ કરવું પડશે.
મે મહિનામાં અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલામાં એક બાળકના મૃત્યુ સહિતની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ કૂતરાના માલિકોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે અને તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લાઇસન્સ મેળવવા માટે કહ્યું છે. SMC માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજય રામે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં SMC દ્વારા 1,000 પાલતુ કૂતરાના માલિકો તેમજ રહેણાંક સોસાયટીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને 300 લોકોએ પણ લાઇસન્સ મેળવવા માટે અરજી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં બનેલી ઘટનાને પગલે આ અભિયાન શરૂ કર્યું છે. જ્યાં એક પાલતુ રોટવીલર કૂતરાએ એક બાળકને તેના માલિકના નિયંત્રણમાંથી બહાર નીકળી જતાં તેનું મોત નીપજ્યું હતું. સુરતમાં પણ પોલીસને કૂતરાના માલિકો વિરુદ્ધ ફરિયાદો મળી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
