<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ :ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદી બે કાંઠે

વઘઇ અને સાપુતારામાં વરસાદથી અંબિકા નદીની સપાટી વધી: અંબિકા નદી પરનો ગીરા ધોધ સક્રિય

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. સાર્વત્રિક વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂર આવ્યા છે. ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદી બે કાંઠે વહી રહી છે. વઘઇ અને સાપુતારામાં વરસાદથી અંબિકા નદીની સપાટી વધી છે. અંબિકા નદી પરનો ગીરા ધોધ સક્રિય થતાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગીરા ધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.  


 

(8:05 PM IST)